Site icon hindi.revoi.in

આ રાજ્યમાં 7 સપ્ટેમ્બરથી દરેક ઘાર્મિક સ્થળો ખોલવામાં આવશે- અનેક નિયમોનું કરવું પડશે પાલન

Social Share

સમગ્ર દેશમાં કોરોના મહામારીને કારણ અનેક જોહેર સ્થળો સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હતા, જો કે હવે રાજસ્થાન સરકારએ આ બબાતે એક મહત્વનો નિર્ણય લીધો છે, આવનારી 7 સપ્ટેમ્બરથી રાજ્સથાનના તમામ ધાર્મિક સ્થળોને સામાન્ય જનતા માટે ખથુલ્લા કરવામાં આવશે,મુખ્યમંત્રી અશોક ગહેલોત સાથે કોરોનાને લઈને યોજાયેલ બેઠકમાં આ બાબતે નિર્ણય લેવાયો હતો.

રાજસ્થાનની ગહલોત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશ પ્રમાણે શ્રધ્ધાળુંઓ માસ્ક પહેરીને ઘાર્મિક સ્થળો પર આવી શકશે આ સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન કરવા પડશે, થોડા થાડો સમયે દરેક ધાર્મિક સ્થળોને સેનેટાઈઝ પણ કરપવામાં આવશે ,આ સાથે જ જીલ્લા કલેક્ટર અને એસપી મોટા જાણઈતા ધાર્મિક સ્થળો પર જઈને કોરોના બાબતે કરવામાં આવેલી વ્યવ્સ્થાનું નિરિક્ષણ પણ કરશે.

આ સાથે જઅહી ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ પાસેથી લાખોનું બિલ વસૂલવાની ફરિયાદોને ગંભીરતાથી લેતા કડક સૂચના આપવામાં આવી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે, તબીબી અને આરોગ્ય વિભાગ તેમની પર્યાપ્ત મોનિટરિંગ કર્યા સાથે તે ખાતરી આપે કે તેઓ કોઈ પણ હોસ્પિટલ સંક્રમિત દર્દીઓને સારવાર માટે ઇનકાર કરશે નહીં.

ઉલ્લેખનીય છે કે રાજ્સથાનમાં પણ કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, વિતેલા દિવસે અહીં 1345 નવા કેસો સામે આવ્યા હતા તેની સામે 12 લોકો મોતને ભેટ્યા હતા, ત્યારે હવે આ કોરોનાકાળ વચ્ચે આવનારા સપ્ટેનમ્બર મહિનાથી અનેક ધાર્મિક સ્થળોને ખુલ્લા મુકાશે જો કે અનેક નિયમોનું પાલન કરાવાશે તેમજ ખાસ ધ્યાન આપવામાં આવશે

સાહીન-

 

 

Exit mobile version