Site icon hindi.revoi.in

આવનારા બે દિવસમાં રાજ્યમાં થઈ શકે છે ભારેથી અતિ ભારે વરસાદ- હવામાન વિભાગની આગાહી

Social Share

સમગ્ર દેશમાં હાલ વરસાદે તાંડવ મચાવ્યું છે, બિહાર તેમજ આસામમાં પુરની સ્થિતિનો લોકો સામનો કરી રહ્યા છે તો ગુજરાતમાં પણ સોરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર દજોવા મળઈ રહ્યો છે, માર્ત એક દિવસ વરસાદે વિરામ લીધા બાદ ફરીથી વરસવાનું શરુ કર્યું છે, સતત અઠવાડીયાથઈ વરસાદનું જોર ગુજરાતમાં જોવા મળ્યું છે ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા આવનારા બે દિવસોમાં ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.

હવામાન વિભાગદે આગાહી કરી છે કે 29 અને 30 ઓક્ટોબરના રોજ રાજ્યમાં ભારે વપરસાદ થી શકે છે, જો કે આજે પણ ઘીમીઘઆરે વરસાદે સમગ્ર રાજ્યમાં વરસી જ રહ્યો છે, સતત સાતથઈ 8 દિવસથી વરસતા વરસાદના કારણે ગુજરાતની નાની -મોટી નદીઓ બન્ને કાઠેં વહેતી થઈ છે, નદિ આસપાસ રહેતા વિસ્તારોના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, અનેક નાના નાના ગામોમાં નદિઓનું વહેણ રસ્તાઓ પર આવતા ગામો સંપર્ક વિહોણા બન્યા છે, ખેતરોમાં ઘુંટણસમા પાણી ભરાયા છે.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે 29 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના સેવાઈ છે. જ્યારે 30 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં પવન સાથે ભારે વરસાદ વરસવાની શક્યતાઓ છે.જો કે એક દિવલસથી જ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યમાં જુદી જુદી જગ્યાઓએ છૂટોછવાયા વરસાદ વરસી જ રહ્યો છે, વેલમાર્ક લૉ પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ફરીથી ભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે.

સાહીન-

 

Exit mobile version