Site icon hindi.revoi.in

અમદાવાદ મેટ્રો રેલની 6.5 કિમીની બે જોડિયા ટનલનું કાર્ય થયું પૂર્ણ, CM રૂપાણીએ ગણાવી ઐતિહાસિક સિદ્વિ

Social Share

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને લઇને એક સારા સમાચાર છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1 પૈકી 6.5 કિલોમીટરની લંબાઇ ધરાવતી એપરેલ પાર્કથી શાહપુર-સાબરમતી નદી પહેલા સુધીની 5.8 વ્યાસની એક અપલાઇન અને એક ડાઉન લાઇનની એમ જોડીયા ભૂગર્ભ ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સિદ્વિ બદલ સીએમ રૂપાણીએ ભારતીય ઇજનેરી કૌશલ્યને બિરદાવ્યું હતું.

આ અંગે જાણકારી આપતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોરોનાના સંકટ વચ્ચે પણ લોકડાઉનના સમયગાળા દરમિયાન અત્યંત વિશિષ્ટ પ્રકારની ઇજનેરી કૌશલ્ય ધરાવતી ભૂગર્ભ ટનલનું ભારતીય ઇજનેરો અને ભારતીય કંપની દ્વારા ખાસ મશીનરીનો ઉપયોગ કરીને કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ગુજરાત માટે ઇજનેરી ક્ષેત્રે ઐતિહાસિક સિદ્વિ સમાન બાબત છે. તેમણે ઇજનેરોને આ કામ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ઇજનેરોને અભિનંદન આપતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ ટનલની સરેરાશ ઉંડાઇ જમીનની સપાટીથી 18 મીટર નીચે છે અને આ કામમાં 3.3 લાખ ઘન મીટર માટી, 52,300 ઘનમીટર ક્રોંકિટ, આશરે 2 લાખ મનુષ્ય દિવસ અને 4 હજાર ક્રોંકિટ રિંગ સહાયક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી 40 કિ.મી.ની અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1ના પૈકી 6.5 કિ.મી. લંબાઇની આ વિશિષ્ટ પ્રકારની ટનલ તૈયાર કરવા આધુનિક ચાર ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

(સંકેત)

 

Exit mobile version