Site icon hindi.revoi.in

અનૂસુચિત જાતિ પર અત્યાચારના મુદ્દે રાજકોટમાં ભીમસેનાએ કર્યો ચક્કાજામ

Social Share

રાજકોટઃ ગુજરાતમાં અનૂસુચિત જાતિ ઉપર થતા અત્યાચારના વિરોધમાં ભીમસેના રસ્તા પર ઉતરી આવી છે. રાજકોટમાં પણ ભીમસેનાના કાર્યકરોએ અનૂસુચિત જાતિના લોકો ઉપર થતા અત્યાચારના વિરોધમાં દેખાવો કર્યા હતા. ભીમસેનાના કાર્યકરોએ ચક્કાજામ કરીને રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ જવાબદારો સામે પગલા ભરવાની માંગણી કરી હતી.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અનૂસુચિત ઉપર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે. જેથી અનૂસુચિત જાતિના સમાજના લોકોમાં રોષ ફેલાયો છે. દરમિયાન રાજકોટમાં ભીમસેનાના કાર્યકરોએ સિવિલ હોસ્પિટલ ચોકમાં ચક્કાજામ કર્યો હતો. રસ્તા ઉપર સૂઈ જઈને ચક્કાજામ કરતા ટ્રાફિક જામના દ્રશર્યો સર્જાયા હતા. તેમજ સુત્રોચ્ચાર કરીને જવાબદારો સામે પગલા ભરવાની માંગણી કરી હતી. આ ઉપરાંત 150 ફૂટ રિંગરોડ પર શહેરના નાગરિકોએ કાળી પટ્ટી અને કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો હતો.

Exit mobile version