Site icon hindi.revoi.in

અખાડા પરિષદ: સંત કન્હૈયા પ્રભુનંદ ગિરિ પહેલા દલિત મહામંડલેશ્વર

Social Share

સંત કન્હૈયા પ્રભુનંદ ગિરિને અખિલ ભારતીય અખાડા પરિષદે પહેલા દલિત મહામંડલેશ્વરની પદવી આપી છે. કન્હૈયા પ્રભુનંદ ગિરિએ કુંભના પહેલા દિવસે શાહી સ્નાન દરમિયાન ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવી હતી. તે વખતે તેમમે શોષણના ડરને કારણે સનાતન હિંદુ ધર્મ છોડીને ખ્રિસ્તી, મુસ્લિમ અથવા બૌદ્ધ બની ગયેલા દલિત, એસટી અને ઓબીસી વર્ગના લોકોની ઘરવાપસી કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. કન્હૈયા પ્રભુનંદ ગિરિને ગત વર્ષ પરંપરા મુજબ જૂના અખાડામાં સામેલ કરવામાં આવ્યા હતા.

તેમણે કહ્યુ છે કે તેઓ ચાહે છે કે તેમના સમુદાયના એવા તમામ લોકો કે જેમણે અસમાનતાને કારણે ઈસ્લામ, ખ્રિસ્તી અથવા બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો, તેઓ પાછા સનાતન ધર્મમાં સામેલ થાય. તેઓ આવા લોકોને જણાવવા માગે છે કે કેવી રીતે જૂના અખાડાએ તેમને પોતાનામાં સામેલ કરી લીધા છે. કન્હૈયા પ્રભુનંદ ગિરિએ કહ્યુ છે કે તેમણે પોતાના આખા જીવનમાં જે જાતિગત અપમાન અને શોષણનો સામનો કર્યો છે. તે તેમના માટે એક ગોળીના દર્દથી પણ ઘણું વધારે છે. તેના કારણે ફરી એખવાર તેમણે હિંદુ ધર્મ છોડવાનું પણ નક્કી કરી લીધું હતું.

મહામંડલેશ્વર સંત કન્હૈયા પ્રભુનંદ ગિરિએ એક ઘટનાને યાદ કરતા જણાવ્યુ હતુ કે 1999ના વર્ષમાં તેઓ ચંદીગઢમાં હતા અને ત્યારે શીખ ગુરુઓનો એક સમાગમ થઈ રહ્યો હતો. જ્યારે તેમને તેમની જાતિ સંદર્ભે જાણકારી મલી, તો સાધુઓએ તેમને પ્રવેશદ્વારમાં જ ઉભા રહેવાનું કહી દીધું હતું. તેઓ ગુરુઓના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ પ્રાપ્ત કરવા ઈચ્છતા હતા. પરંતુ તેમણે કહ્યુ હતુ કે એક સુદ્રને આવું કરવાની મંજૂરી નથી. હવે તેઓ એવા પદ પર છે કે જ્યાં તમામ જાતિઓના લોકો તેમની સામે નતમસ્તક છે. તેઓ એક ધાર્મિક નેતા છે અને આ જાતિગત માનસિકતા વિરુદ્ધ લડી રહ્યા છે.

તેમણે કહ્યુ છે કે તેમના માટે એ પળને વર્ણવી શકવી મુશ્કેલ છે કે જ્યારે તેમને શાહી સ્નાન માટે રથ પર બેસાડવામાં આવ્યા હતા. તેમની આસપાસ તમામ શ્રદ્ધાળુ ઢોલના તાલે નાચી રહ્યા હતા. તેમનો સમુદાય ઘણાં સમય સુધી આવા સમ્માનથી દૂર રહ્યો હતો. તેમના સમુદાયના વ્યક્તિએ બંધારણ લકીને અને મુઘલો તથા અંગ્રેજો વિરુદ્ધ યુદ્ધ કરીને ખુદને શારીરિક તથા માનસિકપણે સાબિત પણ કર્યા હતા. તેમણે જણાવ્યુ છે કે દસમા ધોરણ બાદ તેઓ સંસ્કૃત ભણવા માંગતા હતા. પરંતુ અનુસૂચિત જાતિના હોવાને કારણે તેમને આની મંજૂરી આપવામાં આવી નહીં. તેમણે જણાવ્યુ છે કે ત્યારથી પોતાના ગુરુ જગતગુરુ પંચનંદી મહારાજના શરણમાં આવ્યા હતા અને તેમના ગુરુએ તેમને ભણાવ્યા તથા મંદિરના પૂજારી બનાવ્યા હતા. પરંતુ થોડા દિવસો બાદ તેમના ઉપર કેટલાક ગુંડાઓએ હુમલો કર્યો હતો. તેમના હાથની આંગળી તૂટી ગઈ હતી અને મંદિરમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. તેમના ઉપર જાતિગત ટીપ્પણીઓ પણ કરવામાં આવી હતી.

સંત કન્હૈયા પ્રભુનંદ ગિરિએ કહ્યુ છે કે નેતાઓ અને મીડિયામાં દલિત શબ્દનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેમને બંધારણ દ્વારા આપવામાં આવેલા નામ એસસી, એસટી અથવા ઓબીસીથી સંબોધિત કરવા જોઈએ. તેઓ એકલવ્ય અને કર્ણ છે, અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય છે. તેમના સમુદાયના લોકોએ ખુદને સાબિત કર્યા છે. પરંતુ તેમ છતાં પણ તેમને બહિષ્કૃત માનવામાં આવે છે. તેઓ આવી માનસિકતાને બદલવા ચાહે છે.

Exit mobile version