Site icon hindi.revoi.in

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી ન છોડાતા શુણપાણેશ્વર આવેલાં શ્રદ્ધાળુઓ નિરાશ બન્યા

Social Share

વડોદરાઃ  સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નદીમાં પાણી ન છોડાતા ડેમની માત્ર 8 કિ.મી. દૂર આવેલા ગોરા ખાતે શૂલપાણેશ્વરના મેળામાં નર્મદા મૈયામાં પુણ્યની ડૂબકી લગાવવાની આશ સાથે આવેલા હજારો શ્રદ્ધાળુઓને નિરાશા સાંપડી હતી. નદીના કિનારાથી 500 મીટરથી વધુનું અંતર આકારા તાપમાં ચાલ્યા બાદ પાણીમાં ડૂબકી મારવાની ભકતોને તક મળી હતી. મેળા પહેલા નદીમાં પાણી નહીં છોડાતા નર્મદા નદી સૂકી ભઠ્ઠ જ રહી ગઇ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા નદીન કાંઠે આવેલા શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર મેળાના કારણે 48 કલાક માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. શૂલપાણેશ્વર મહાદેવનું અસલ મંદિર સરદાર સરોવરમાં ડૂબાણમાં જતાં ગોરા ખાતે નવું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરે ચૈત્રી અમાસનો મેળો ભરાય છે. શૂલપાણેશ્વર મહાદેવને દાળિયાનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. ત્રણ રાજ્યોમાંથી હજારો શિવભકતો મેળામાં ઉમટી પડ્યાં હતાં. સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ખૂલ્લું હોવાના કારણે વાઘોડિયા ગામ તરફથી બે ડાઇવર્ઝન આપવામાં આવ્યાં હતાં. શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર મેળાના કારણે સતત 48 કલાક માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. ચૈત્રી અમાસે મહાદેવના દર્શનની સાથે લોકોએ નર્મદા નદીમાં ડુબકી લગાવી હતી. મંદિરમાં દર્શન બાદ શ્રદ્ધાળુઓ નર્મદા નદીમાં સ્નાન માટે ગયાં હતાં. નદીમાં પાણી છોડવામાં આવતું નહીં હોવાથી નદીના પાણી કાંઠાથી 500 મીટરથી વધારે દુર વહી રહ્યાં છે. આકારા તાપમાં ભકતો ખડકાળ રસ્તો કાપીને માંડ માંડ પાણી સુધી પહોંચી શક્યા હતાં. ભારે વિઘ્નો વેઠીને તેમણે નર્મદા નદીમાં ડૂબકી લગાવી હતી.

Exit mobile version