1. Home
  2. શામળાજી નજીક માર્ગ અકસ્માતમાં એકનું મોત, બે વ્યક્તિ ઘાયલ

શામળાજી નજીક માર્ગ અકસ્માતમાં એકનું મોત, બે વ્યક્તિ ઘાયલ

0

મોટી ઇસરોલ: ઉત્તર ગુજરાતમાં શામળાજી નજીક રોડ બનાવવાની કામગીરીમાં ઉપયોગી મશીન સાથે મોટરસાઈકલ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનનું મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અરવલ્લી  જિલ્લામાં હાલ ચાલી રહેલા હાઇવે નવીનીકરણ દરમિયાન શામળાજી નજીક મેરાવાડા પાસે રોડ ઉપર કામ કરતા મશીન સાથે બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં  એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ  થતા તેમને સારવાર માટે ખસેડાયા હતા. જે પૈકી એકની હાલત ગંભીર હોવાથી તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે અમદાવાદ -ઉદેપુરના રાષ્ટીય ઘોરી માર્ગ ઉપર છ માર્ગીય હાઇવે નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે તેની કામગીરીના ભાગરૂપે હાઇબે ઉપર મશીનરી લગાડવામાં આવી છે અને કામ ચાલુ છે. દરમિયાન બાઇક એક મશીન સાથે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.