Site icon hindi.revoi.in

રાજકોટના વાતાવરણમાં પલટોઃ ખેડૂતો મુશ્કેલી વધી

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રના ગોંડલ અને કોટડા સાંઘાણી સહિતના વિસ્તારમાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતો પણ ચિંતિત બન્યા છે.

રાજકોટના ગોંડલ સહિતના વિસ્તારમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ભારે પવન ફૂકાયો હતો. જેના કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. ભારે પવનની સાથે ઘૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા હતા. દરમિયાન કેટલાક વિસ્તારમાં કરા પડ્યાં હતા. કમોસમી વરસાદના કારણે ઉનાળુ વાવેતર કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. તેમજ ઉભા પાકને પણ નુકશાન થયાનું મનાઈ રહ્યું છે.

Exit mobile version