1. Home
  2. રમઝાનમાં જલ્દી વોટિંગ કરાવવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

રમઝાનમાં જલ્દી વોટિંગ કરાવવાની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

0
Social Share

નવી દિલ્હી : રમઝાન દરમિયાન મતદાન જલ્દી શરૂ કરનારી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અરજીમાં માગણી કરવામાં આવી હતી કે રમઝાન દરમિયાન સવારે સાત વાગ્યાના સ્થાને સવારે પાંચ વાગ્યે મતદાન શરૂ કરાવવામાં આવે. જેથી રોઝા રાખનારા મુસ્લિમ સમજાના લોકોને મતદાનમાં મુશ્કેલી થાય નહીં. સુપ્રીમ કોર્ટે આ માગણી પર સુનાવણી કરતા અરજી નામંજૂર કરી છે.

સુપ્રીમ કોર્ટે આ નિર્ણયથી પહેલા ચૂંટણી પંચના સૂત્રોને જણાવ્યું છે કે મતદાન અધિકારી પહેલેથી જ લંબાવાયેલા કલાકોમાં કામ કરી રહ્યા છે. તેની સાથે જ દરેક રાજ્યમાં સૂર્યોદયનો સમય અલગ-અલગ હોય છે. તેવામાં જો મતદાન સૂર્યોદયથી પહેલા શરૂ થશે, તો વધારાની સુરક્ષા વ્યવસ્થા અને પ્રશાસનિક ફેરફાર કરવા પડશે. માટે હવે આમા ફેરફાર શક્ય નથી.

જો કે 10મી માર્ચે જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ ચૂંટણીની તારીખોની ઘોષણા કરી હતી, તો તે સમયે પણ રમઝાનમાં વોટિંગનો સવાલ પેદા થયો હતો. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યુ હતુ કે રમઝાનના આખા માસ માટે ચૂંટણી સ્થગિત કરવી શક્ય નથી. માટે મુખ્ય તહેવારના દિવસો અને શુક્રવારનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

ચૂંટણી પંચની આ દલીલ વિરુદ્ધ જતા વકીલ નિમામુદ્દીન પાશાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને માગણી કરી હતી કે રમઝાન દરમિયાન વોટિંગનો સમય સવારે સાત વાગ્યાથી બે કલાક પહેલા એટલે કે પાંચ વાગ્યાનો કરવામાં આવે. 2 મેના રોજ આ મામલા પર સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચથી આ અરજી પર વિચારણા કરવા માટે કહેવામાં આવ્યું હતું.

મહત્વપૂર્ણ છે કે આ વર્ષે સાતમી મેથી રમઝાન માસ શરૂ થયો છે. તેના પછી 12મી મે એટલે કે છઠ્ઠા તબક્કાનું મતદાન રમઝાન દરમિયાન થયું છે. હવે 19મી મેના રોજ 59 લોકસભા બેઠકો પર થનારા આખરી તબક્કાનું મતદાન પણ રોજા દરમિયાન જ થવાનું છે. તેના પહેલા સમય બદલવાની માગણીવાળી અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી દીધી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code