1. Home
  2. મોડાસાની સ્કૂલના વિદ્યાર્થીઓ ધો-10 CBSEની પરીક્ષામાં મેળવી સિદ્ધ

મોડાસાની સ્કૂલના વિદ્યાર્થીઓ ધો-10 CBSEની પરીક્ષામાં મેળવી સિદ્ધ

0

મોટી ઇસરોલ: ધો-૧૦ અને ૧૨ની પરીક્ષાઓ યોજાઈ ગયા બાદ હવે ધીમે ધીમે પરિણામો બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ ધો-૧૦ CBSEની પરીક્ષાના પરિણામો જાહેર થયા હતા. જેમાં અરવલ્લી જિલ્લામાં પ્રથમ અને દ્વિત્તિય ક્રમે મોડાસાની પ્રાર્થના સ્કૂલના વિદ્યાર્થીઓ ઝળક્યાં છે. આ પરિણામોમાં પ્રાર્થના સ્કૂલે ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું છે.

ધો-૧૦ CBSE પરીક્ષાના પરિણામો જાહેર થયા હતા. જેમાં મોડાસાની પ્રાર્થના સ્કૂલનું ઝળહળતું પરિણામ રહ્યું હતું. ૫૦ ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓએ A-1 અને A-2 ગ્રેડ મેળવ્યો હતો. સમગ્ર જિલ્લામાં પ્રથમ અને દ્વિત્તિય નંબરે પ્રાર્થના સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન મારતાં સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. અરવલ્લી જિલ્લામાં A-1 ગ્રેડ મેળવી ૯૬.૬૦ ટકા સાથે પ્રથમ નંબરે શાળાની વિદ્યાર્થીની ફૈરી પટેલ રહી હતી. જ્યારે જિલ્લામાં A-1 ગ્રેડ મેળવી ૯૫.૬૦ ટકા સાથે દ્વિત્તિય નંબરે પણ પ્રાર્થના સ્કૂલનો જ વિદ્યાર્થી રહેતાં શાળાના મેનેજીંગ ટ્રસ્ટી કનુભાઈ પટેલ, ડિરેક્ટર મંથન રાજગુરૂ, ટ્રસ્ટી નટુભાઈ પટેલ તેમજ ટ્રસ્ટી મંડળે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.