Site icon Revoi.in

ભારત અમેરિકા પાસેથી પાંચ અબજ ડોલરના ઓઈલ-ગેસ, 18 અબજ ડોલરના સંરક્ષણ સાધનો ખરીદશે

Social Share

અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યુ છે કે ભારતમાં અમેરિકાનો નિકાસ ઓછામાં ઓછા ત્રીસ ટકા સુધી વધ્યો છે. તેમણે અમેરિકાના વ્યાપારીક સમુદાયને સંબોધિત કરતા આના સંદર્ભે વાતચીત કરી છે.

ભારત, અમેરિકા પાસેથી વાર્ષિક પાંચ અબજ ડોલર એટલે કે 3.50 ખરબ રૂપિયાના ઓઈલ અને ગેસ ખરીદવા માટે પ્રતિબદ્ધ છે. એક ટોચના ભારતીય રાજદ્વારીએ બંને દેશો વચ્ચે વધી રહેલા દ્વિપક્ષીય સહયોગનો ઉલ્લેખ કરતા આના સંદર્ભે વાતચીત કરી છે. તેમણે કહ્યુ છે કે આના સિવાય ભારત અમેરિકા પાસેથી 18 અબજ ડોલર એટલે કે લગભગ 5.60 ખરબ રૂપિયાના સંરક્ષણલક્ષી ઉપકરણોની ખરીદી પર પણ વિચારણા કરી રહ્યું છે.

અમેરિકામાં ભારતના રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યુ છે કે ભારતમાં અમેરિકાની નિકાસ ઓછામાં ઓછી ત્રીસ ટકા સુધી વધી છે. તેમણે અમેરિકાના વ્યાપારીક સમુદાયને સંબોધિત કરતા આના સંદર્ભે વાતચીત કરી છે. તેમણે કહ્યુ છે કે ગત બે વર્ષોમાં દ્વિપક્ષીય સહયોગ 119 અબજ ડોલર એટલે કે 83.30 ખરબ રૂપિયાથી વધીને 10 અબજ ડોલર એટલે કે 98 ખરબ રૂપિયાની નજીક પહોંચી ગયો છે.

રાજદૂતના સમ્માનમાં અમેરિકા-ભારત વ્યાપાર પરિષદ એટલે કે યુએસઆઈબીસી તરફથી આયોજીત એક કાર્યક્રમમાં શ્રૃંગલાએ કહ્યુ છે કે ભારત અમેરિકા પાસેથી અત્યાર સુધીની સૌથી વધુ ખરીદી કરી રહ્યું છે. તેમણે કહ્યુ છે કે ભારત માત્ર ઓઈલ અને ગેસના ક્ષેત્રમાં જ અમેરિકા પાસેથી દર વર્ષે પાંચ અબજ ડોલરની ખરીદીને લઈને પ્રતિબદ્ધ છે. શ્રૃંગલાએ જણાવ્યુ છે કે ભારત 18 અબજ ડોલરના ઓર્ડર પર વિચારણા કરી રહ્યું છે અને આ મામલો પ્રક્રિયા હેઠળ છે.

શ્રૃંગલાએ કહ્યુ છે કે ભારતની વ્યાવસાયિક એવિએશન કંપનીઓએ 40 અબજ ડોલર એટલે કે 28 ખરબ રૂપિયાની કિંતના ત્રણસો વિમાનોનો ઓર્ડર આપ્યો છે. તેમણે ક્હ્યુ છે કે તેઓ આવા ઉત્પાદોની આયાત પર પણ વિચારણા કરી રહ્ય છે કે જેને પહેલા ક્યારેય અમેરિકા પાસેથી ખરીદવામાં આવ્યા નથી. રાજદૂતે એમ પણ કહ્યુ છે કે ભારતમાં અમેરિકાની કેટલીક વસ્તુઓની માગણી વધી રહી છે. અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતના યોગદાન સંદર્ભે રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યુ છે કે હાલના સમયમાં બે લાખ 27 હજાર ભારતીય સ્ટૂડન્ટ્સ અમેરિકાના એકેડેમિક ક્ષેત્રમાં 6.5 અબજ ડોલર એટલે કે 4.55 ખરબ રૂપિયાનું યોગદાન કરી રહ્યા છે.