અમદાવાદઃ ધો-12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં સામાન્ય પરિવારના સંતાનોએ અનોખી સિદ્ધી હાંસલ કરી છે. સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારનો દીકરો 99.80 પર્સેન્ટાઈ સાથે અને રાજકોટમાં ચોકીદારનો પુત્ર 99.22 પર્સેન્ટાઈલ સાથે ઉતીર્ણ થયો છે.
સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા અશોકભાઈના દીકરા યથ અધિકારીએ માર્ચમાં લેવાયેલી ધો-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલા પરિણામમાં યશ અધિકારી 99.80 પર્સેન્ટાઈલ અને 93 ટકા સાથે ઉત્તીર્ણ થતા પરિવારમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. PDPUમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીને એન્જિનિયર બનવાની ઈચ્છા ધરાવતા યશના પિતા પણ પુત્રની આ સિદ્ધીથી ગર્વ અનુભવી રહ્યાં છે. આ ઉપરાંત રાજકોટમાં એક સ્કૂલમાં ચોકીદાર તરીકે નોકરી કરતા હરેશભાઈ ધોરિયાના પુત્ર સંજય ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 99.22 પર્સેન્ટાઈલ સાથે ઉત્તીર્ણ થતા પરિવારમાં ખુશી ફેલાઈ ગઈ છે. કમ્પ્યૂટર એન્જિનિયર બની મલ્ટિનેશનલ કંપનીમાં મોટું સ્થાન મેળવવાનું લક્ષ્ય ધરાવતા સંજય ધારિયાએ રેફરન્સ તથા ટેક્સબુકની મદદથી તૈયારી કરી આ સિદ્ધિ હાંસલ કરી છે. આજના આધુનિક જમાનામાં લોકો મોબાઈલ ફોન વગર રહી શકતા નથી જ્યારે સંજય મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો જ નથી.