Site icon hindi.revoi.in

ગીરના સાવજોની ગર્જના હવે ઉત્તરપ્રદેશમાં સંભળાશે

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

જૂનાગઢઃ એશિયનટીક લાયનના ઘર ગણાતા ગીર જંગલ વિસ્તારના 8 સાવજોની ગર્જના હવે ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં સંભળાશે. જૂનાગઢના શક્કરબાગ ઝૂમાંથી વનરાજોને ઉત્તરપ્રદેશ મોકલવામાં આવશે… ગોરખપુરમાં શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલયમાં સિંહો માટે 2750 વર્ઘ મીટરનું પીંજરુ પણ બનાવવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશના ભાજપના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી વચ્ચે જૂનાગઢના શક્કરબાગ ઝૂના 11 સિંહ ઉત્તરપ્રદેશને આપવાની સહમતિ થઈ હતી.. જેથી ઉત્તરપ્રદેશ સરકારે સાવજોને મેળવવાની કવાયત શરૂ કરી હતી.. દરમિયાન સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ 8 સાવજોના સ્થળાંતરની મંજૂરી આપી છે.. જેમાં 2 નર અને 6 માંદા સિંહનો સમાવેશ થાય છે. આ વનરાજ આગામી દિવસોમાં હવાઈ મારફતે ગોરખપુર લઈ જવામાં આવશે.

8 સિંહના સ્થળાંતરની મંજૂરી મળ્યાં બાદ હવે શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલયમાં તેમના માટે 2750 વર્ગ મીટરનું પીંજરુ બનાવવામાં આવશે. આ પ્રાણી સંગ્રહાલય 121.34 એકરમાં ફેલાયો હશે. જેમાં 33 જેટલા પીંજરા હશે.

Exit mobile version