Site icon Revoi.in

અમદાવાદમાં ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ અને પોલીસ પર હુમલો

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. આ મુદ્દે અગાઉ પણ હાઈકોર્ટે મનપા સત્તાધાસીને ટકોર કરી હતી. જેથી મનતા દ્વારા રખડતા ઢોરને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમિયાન આજે રખડતા ઢોર પકડવા ગયેલી મનપાની ટીમ તથા પોલીસ ઉપર ઢાર માલિકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં બેથી વધારે પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા. એટલું જ નહીં સરકારી વાહનની ચાલીઓ લઈને પશુપાલકો ફરાર થઈ ગયા હતા.

પ્રાથમિક માહિતી અનુસાર  શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ ર્પોરેશનની ઢોર ત્રાસ અંકુશ વિભાગ ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સોમવારે સવારે રખડતા ઢોર પકડવા ગયેલી ટીમ અને પોલીસ પર માલધારીઓએ હુમલો કર્યો હતો. ઓઢવમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ટીમ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી હતી. દરમિયાન વાહનો સાથે ધસી આવેલા ઢોરમાલિકો પોલીસની ચાર ગાડીઓમાં તોડફોડ કરી હતી.

પશુપાલકોએ પોલીસ અને ઢોર પકડવા ગયેલી ટીમ ઉપર પણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં કોર્પોરેશનનની ચાર ગાડીઓની ચાવીઓ પણ લઈને ઢોરમાલિકો ભાગી ગયા હતા. ઢોર માલિકો દ્વારા કરાયેલા હુમલામાં બેથી ત્રણ પોલીસ કર્મચારીઓ ઈજા થઈ હતી. ઘટનાના પગલે હાલ અન્ય પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાગી હાથ ધરવામાં આવી હતી.